VIDEO: સુરત એરપોર્ટમાં ગાયની એન્ટ્રીથી સુરક્ષા વ્યવસ્થાના ધજાગરાં
સોર્સ : gstv
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી. એરપોર્ટના પાર્કિંગ એરિયામાં રાત્રિના સમયે અચાનક જ ગાય ઘુસી ગઈ. પાર્કિંગ અને પીકઅપ-ડ્રોપ ઝોનમાં દોડતી ગાયનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાના ધજાગરાં ઉડાવ્યાં છે. સુરક્ષા વ્યવસ્થા હોવા છતા અહીંઆ સુધી ગાય કઈં રીતે પહોંચી તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે. વીડિયો વાયરલ થયાં બાદ સુરક્ષા એજન્સીઓને પ્રવેશદ્વાર પર કડક દેખરેખ રાખવા તંત્રએ આદેશ કર્યો છે.

