Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : A student died of electrocution in a school located in Surat Mandarwaja area

VIDEO: સુરત માનદરવાજા વિસ્તારમાં આવેલી શાળામાં કરંટ લાગતા વિધાર્થીનું મોત

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના માનદરવાજા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર ૧૬માં શાળાની કથિત બેદરકારીને કારણે ધોરણ-૯ના વિદ્યાર્થીનું કરંટ લાગતાં દુ:ખદ મોત નીપજ્યું છે. અબ્દુલ રહેમાન સલીમ શેખ નામના વિદ્યાર્થીને પીટી પિરિયડ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે ધાબા પર જતાં લોખંડના લાઇટ પોલને અડતાં વીજપ્રવાહ લાગ્યો હતો. ગંભીર રીતે દાઝેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહીં. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પરિવારે શાળાની બેદરકારીનો આક્ષેપ કરતાં જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે.

App Store