VIDEO: સુરતમાં સીઝનલ ફ્લુનો ખતરો: H1N1 માટે સિવિલ હોસ્પિટલ સજ્જ, તંત્રએ લીધો રાહતનો શ્વાસ
સોર્સ : gstv
રાજ્યમાં સીઝનલ ફ્લુના વધતા કેસો અને આરોગ્ય મંત્રીની ટકોર બાદ સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર એચ1એન1 સામે સંપૂર્ણ સજ્જ બન્યું છે. હોસ્પિટલમાં વેન્ટિલેટરથી લઈને તમામ જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલના પાંચ અલગ વોર્ડમાં એચ1એન1ના દર્દીઓ માટે ખાસ બેડ અનામત રાખવામાં આવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે હાલ સિવિલ હોસ્પિટલમાં આ વાયરસનો એક પણ દર્દી દાખલ નથી, જેના કારણે આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

