Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Sanjay Dutt joins Ganesh Aagan Yatra in Surat via video call

VIDEO: સુરતમાં ગણેશ આગમન યાત્રામાં વીડિયો કોલથી જોડાયા સંજય દત્ત

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ઘોડાદોડ રોડ ખાતે ‘સરકાર’ ગ્રુપના ભવ્ય ગણેશ આગમન કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેતા સંજય દત્ત વીડિયો કોલ મારફતે જોડાયા હતા. ગણેશજીની ભવ્ય આગમન યાત્રા દરમિયાન સંજય દત્તને સ્ક્રીન પર લાઇવ દર્શાવવામાં આવ્યા હતા. સંજય દત્ત સ્ક્રીન પર આવતાં જ તેમને જોવા માટે પ્રતિમા નજીક મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. ગણેશ આગમનના કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તો અને લોકોમાં સંજય દત્તને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વીડિયો કોલ દ્વારા સંજય દત્તના જોડાવાથી ગણેશ આગમન યાત્રાનું આકર્ષણ વધુ વધ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી. સંજય દત્તની વર્ચ્યુઅલ હાજરીને કારણે ‘સરકાર’ ગ્રુપના ગણેશ આગમનને લઈને લોકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી હતી.

App Store