Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Sadhvi Pragya's family said - Sanatan wins with truth

VIDEO: Suratમાં સાધ્વી પ્રજ્ઞાના પરિજનોએ કહ્યું- સત્યની સાથે સનાતનની જીત, શ્રાવણમાં દિવાળીનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સુરત શહેરમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવાસસ્થાને પણ દિવાળી સમાન આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સાધ્વીજીની બહેન પ્રતિભા સિંહ ભાવુક થઈ જતા આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતાં. તેઓએ કહ્યું, "આ સત્યની જીત છે... સાધ્વીજી વિરુદ્ધ કોંગ્રેસનુ ષડયંત્ર હતું. આજે એનો પર્દાફાશ થયો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, સાધ્વીજી જ્યારે જેલમાં હતાં ત્યારે પરિવારના સભ્યો રોજ સુરતથી મુંબઈ જઈને તેમને જમવાનું પહોંચાડતા હતા. આ મુદ્દો પરિવાર માટે ખુબજ દુખદ અને ભાવુક રહ્યો છે.17 વર્ષના લાંબા સંઘર્ષ પછી, આજે તેમના ઘરે ખુશીઓ ફરી વળતી જોવા મળી. પરિવાર દ્વારા સાધ્વીજી સાથે વાતચીત કરવામાં આવી, અને બંને બાજુથી લાગણીભરી પ્રતિક્રિયાઓ વ્યક્ત થઈ.પ્રતિભાજીએ જણાવ્યું કે,"અમે છેલ્લા 17 વર્ષથી સત્ય સામે લડત આપતા હતા. આજે સાબિત થઈ ગયું કે સાથ સચ્ચાઈનું હતું."

App Store

 

ટોપિક્સ:suratsadhvi pragyasanatan