VIDEO: સુરતમાં આરટીઆઈ વિવાદ: અભિજીત દીપકેએ શિક્ષણ લોન અને શિષ્યવૃત્તિના દસ્તાવેજો જાહેર કરવાની શરત મૂકી
સોર્સ : gstv
સુરતના RTI કાર્યકર્તાએ કોકરોય જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેના પરિવારની નાણાકીય સ્થિતિ અને શિક્ષણ ખર્ચ અંગે RTI દાખલ કરી છે. જેના જવાબમાં અભિજીત દીપકેએ વિડીયો જાહેર કરી જણાવ્યું છે કે તેઓ બોસ્ટન યુનિવર્સિટીના શિષ્યવૃત્તિ પત્ર અને લોનના દસ્તાવેજો બતાવવા તૈયાર છે, જો RTI કરનાર વ્યક્તિ પહેલા પોતાની અસલી ડિગ્રી બતાવે. દીપકેએ આક્ષેપ કર્યો છે કે સામાન્ય પરિવારનો યુવક વિદેશથી ભણીને આવ્યો હોવાથી કેટલાક લોકોને શિક્ષણથી જ સમસ્યા છે, અને તેમણે આ મામલે ભાજપ પર પણ નિશાન સાધ્યું છે.

