VIDEO: સુરતમાં ભારે વરસાદને કારણે ડુમસ અને હજીરા બીચ જાહેર જનતા માટે બંધ
સોર્સ : gstv
સુરતમાં ભારે વરસાદના પગલે સાઈક્લોનિક કે અન્ય કુદરતી જોખમોથી બચવા સુરત શહેર પોલીસ કમિશનરે મોટો નિર્ણય લીધો છે. સુરતના સૌથી મોટા અને લોકપ્રિય ડુમસ તેમજ હજીરા બીચ પર લોકોની અવરજવર પર આગામી આદેશ સુધી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામાન્ય રીતે રવિવારના દિવસે આ સ્થળોએ 40થી 50 હજાર જેટલા લોકો આવતા હોય છે, જેથી સંભવિત અકસ્માતો રોકવા અને સુરક્ષા જાળવવા માટે આ નિર્ણય છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને હાઈટાઇડ વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની કાળજી રખાઈ રહી છે.

