Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Despite the rains stopping in Surat, Keem river is raging

VIDEO: સુરતમાં વરસાદ થંભ્યો છતાં કીમ નદીનો કહેર

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત જિલ્લામાં વરસાદ થંભી ગયો હોવા છતાં કીમ નદીનો કહેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે, કારણ કે નદીના પાણી હજી સુધી પૂરેપૂરા ઓસર્યા નથી. આ પરિસ્થિતિના કારણે કીમ નજીક આવેલ કીમ વિભાગ મુક્તિધામ સ્મશાનગૃહ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયું છે. પાણી ભરાઈ જવાના લીધે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવેલા લાકડાં સહિતનો અગત્યનો સામાન સંપૂર્ણપણે પલળીને નષ્ટ થઈ ગયો છે. આ ભારે મુશ્કેલીના કારણે સ્થાનિક વિસ્તારમાં અગ્નિસંસ્કાર માટે આવતા મૃતદેહોના વાલીઓને લાચાર બનીને અન્ય દૂરના સ્મશાનગૃહોમાં અંતિમક્રિયા કરવા માટે મજબૂર થવું પડ્યું છે.

App Store