Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Rains return to Surat after a long hiatus, people panic in waterlogged Vesu area

VIDEO: સુરતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન, વેસુ વિસ્તારમાં પાણી ભરાતા લોકોમાં ગભરાટ

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરમાં લાંબા વિરામ બાદ આજે ફરી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અઠવા, પીપલોદ, ઉધના, મજૂરાગેટ અને અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી બાફ અને ઉકળાટથી પરેશાન શહેરીજનોને વરસાદથી મોટી રાહત મળી છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાતાવરણ ખુશનુમા બન્યું છે અને લોકોને ગરમીમાંથી થોડી રાહત અનુભવાઈ છે.

App Store

વેસુમાં પાણી ભરાયા

સુરતના પોશ વિસ્તાર વેસુમાં પાણી ભરાયા છે. વરસાદ શરૂ થતાં જ પાલિકાના દાવા પાણીમાં ધોવાયા હોય તેવું લાગી રહ્યું છે. વેસુ શ્યામ મંદિર નજીક પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં બંધ થઇ ગયા છે. ખાડી પૂર બાદ મિટિંગો કરવામાં આવી પણ હાલ પણ સ્થિતિ સુધારી નથી. વરસાદી પાણી નિકાલ કરવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. 

ખાડી પૂરને લીધે વેપારીઓને થયું હતું કરોડોનું નુકસાન

થોડા દિવસ અગાઉ ખાબકેલા અવિરત વરસાદને લીધે આવેલા ખાડીપૂરથી સમગ્ર સુરત જળમગ્ન થયું હતું. અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકી થઈ હતી. કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિત અનેક દુકાનોમાં પાણી ભરાવાથી ઈલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ સહિત વેપારીઓનો માલ પલળી જતાં કરોડોનું નુકસાન થયું હતું.