Surat News: મહુવાના ખેડૂતોને વળતર આપ્યા વગર જ પાવર ગ્રીડની કામગીરી, ઉભા પાકને નુકસાન થતાં ક્લેક્ટરને રજૂઆત

પાવરગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્રારા સુરત જીલ્લાના મહુવા તાલુકાના ગામડાંઓમાથી હાઈ ટેંશન લાઈન પસાર થનાર છે. તે અંગે વિરોધ દર્શાવવા માટે અસગ્રસ્ત ખેડૂતો અને ખેડૂત આગેવાનો દ્વારા આજ રોજ કલેક્ટર સુરતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક,દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ સહિતના આગેવાનો અને અસરગ્રસ્ત ખેડૂતો હાજર રહ્યા હતા.
નક્કી થયા મુજબ વળતર ન અપાયું
મહુવા તાલુકા માંથી પસાર થનાર પાવર ગ્રીડ કો.ઓપ. ઈન્ડિયા લિ.નો પ્રોજેકટ જે રાણત, કાની, જોળ, બીડ, પથરોગ, મહુવા, માયાંપુર, કાદીયા, ખંડાલ, બારતાડ, વાછાવડ, ખરવાણ, બિલખડી, વાઘેશ્વર, સણવલ્લા, શેખપુર સહિતના ગામોમાંથી પાવર ગ્રીડ કો.ઓપ. ઈન્ડિયા લિ.નો પ્રોજેકટ પસાર થનાર છે. આ પ્રોજેકટ માટે ખેડૂતો પાસેથી સંયુકત માલિક તથા સ્વતંત્ર માલિકીની જમીન હોય જેમાં કોઈ સંમતિ લેવામા આવેલ નથી. તેમ છતાં આ પ્રોજેકટનું કામ શરૂ કરી દેવામા આવેલ છે.આ પ્રોજેકટનાં કારણે ઉપરોક્ત ગામોનાં ખેડૂતોને જમીનો, ઝાડો કાયમી માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં તેમજ આ પ્રોજેકટમાં હાઈ વોલ્ટેજ લાઈન પસાર થાય છે. જેમાં વોલ્ટ પાવર ૭૬૫ છે. આથી આ પ્રોજેકટમાં જમીન ખેડૂતોની સંપાદન થવાની છે. જે માટે જે ખેડૂતોની નુકશાન માટે વળતરનાં ભાવો નકકી કરવામાં આવેલ છે. તે ખુબ જ ઓછા પ્રમાણમાં છે.
ખેડૂતોને કાયમી નુકસાન
આ પ્રોજેકટ આવ્યા બાદ જે જમીનનો ઉપયોગ થનાર છે. જે જમીનો તથા ઝાડો કાયમ માટે ખેડૂતોને ઉપયોગ થનાર નથી અને ખેડૂતોને ઘણું નુકશાન થનાર છે. આ પ્રોજેકટમાં જમીન ખેડૂતોની જનાર છે. તે નાના ખેડૂતો જેની જમીનનો નહિવત છે. જેથી તેઓ ખેડૂત તરીકે પણ મટી જશે અને આવનાર સમયમાં ખેતી કરવા માટે પણ જમીન રહેવાની નથી તથા મહુવા તાલુકો આદિવાસી વિસ્તાર હોય અને હાલમાં સરકાર દ્વારા અવર-નવર નવા નવા પ્રોજેક્ટો લાવીને આદિવાસીઓને પાયમાલ કરવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી. તેમજ મહુવા તાલુકામાં મોટા ભાગનાં ખેડૂતો આદિવાસીઓ છે. જેમીન જમીનો ઉપર કોઈપણ બાંધકામ કે ખેતી જમીનમાંથી બિનખેતીમાં કરવા માટે કલેકટર સાહેબની પરવાનગી લેવાની હોય છે. પરંતુ હાલમાં સરકાર દ્વારા તારીખ ૦૮/૦૪/ર૦પનો ઠરાવ ક્રમાંક નશજ/૧૦૨૦૨૫/૫૬/જ મુજબનો પરીપત્ર બહાર પાડીને ખેતીની જમીન બિનખેતીનાં ઉપયોગમાં લેવા માટે કલેકટર કોઈ પણ પરવાનગી લેવાની રહેશે નહીં અને પ્રીમીયમ પણ ભરવાનુ રહેશે નહીં.

