Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Next 3 hours 'heavy' for 14 districts of Gujarat! Red alert declared, PM MODI spoke to Chief Minister

VIDEO: ગુજરાતના 14 જિલ્લા માટે આગામી 3 કલાક 'ભારે'! રેડ એલર્ટ જાહેર, PM MODIએ મુખ્યમંત્રી સાથે કરી વાત

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, 23 જુલાઈએ બપોરે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં અમદાવાદ સહિત ગાંધીનગર, નવસારી, વલસાડ, ભરૂચ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, વડોદરા, સુરત, ખેડા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાતચીત કરી. વડાપ્રધાને રાજ્યમાં ભારે વરસાદથી ઊભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોની રાહત, બચાવ અને સુરક્ષા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કામગીરી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વાતચીત કરી. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ અંગે ગુજરાતને તમામ જરૂરી મદદ કરવાની ખાતરી આપી.

App Store

અમદાવાદ શહેરમાં ગુરુવારે સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આખા શહેરમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના સમયગાળામાં પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં 5 થી 6 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, પ્રહલાદ નગરમાં વાહનો તરતા જોવા મળ્યા છે અને વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ જતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે.