Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Mother-daughter body found in building on Poona Canal Road: murder suspected

VIDEO: પૂણા કેનાલ રોડ પર મકાનમાંથી માતા-પુત્રીના મૃતદેહ મળ્યા: હત્યાની આશંકા

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરના પૂણા કેનાલ રોડ પર આવેલી શિવનગર સોસાયટીના એક મકાનમાંથી માતા-પુત્રીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકોની ઓળખ ૪૨ વર્ષીય જાશા શ્રીવાસ્તવ અને તેમની પુત્રી મુસ્કાન તરીકે થઈ છે. ઘટનાસ્થળેથી બંનેના મોબાઈલ ફોન ગાયબ હોવાથી આ મામલે રહસ્ય વધુ ઘેરું બન્યું છે, જ્યારે પરિવારે સનસનાટીભર્યો આક્ષેપ કર્યો છે કે બંનેની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પૂણા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહોને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. હાલ પોલીસે મોબાઈલની કોલ ડિટેઈલ્સ અને ફોરેન્સિક પુરાવાઓના આધારે હત્યા અને આત્મહત્યા સહિતના તમામ એંગલ પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

App Store