Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Middle-aged man creates a ruckus at New Civil Hospital after consuming alcohol; questions raised about security.

VIDEO: ન્યુ સિવિલ હોસ્પિટલમાં દારૂ પીને આધેડે મચાવી ધમાલ: સુરક્ષા પર ઊઠ્યા સવાલો

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાંથી સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં સગાને મળવા આવેલા એક આધેડે દારૂના નશામાં ધૂત થઈને ભારે ધમાલ મચાવી હતી. છેલ્લા બે દિવસથી સતત સ્ટેમ સેલ બિલ્ડિંગમાં આવી રહેલા આ આધેડે સિક્યુરિટી ગાર્ડ સાથે પણ ઉગ્ર ઘર્ષણ કર્યું હતું, જેના પગલે સિક્યુરિટીએ ૧૧૨ પર કોલ કરવાની ફરજ પડી હતી. આધેડનો દારૂની બોટલ સાથે અને સિક્યુરિટી સાથેની ઝપાઝપીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અને સિવિલમાં નવી ટોકન સિસ્ટમ તેમજ ચુસ્ત સિક્યુરિટી હોવા છતાં, પીધેલી હાલતમાં આધેડ આઠમા માળ સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે સિવિલ તંત્રની સુરક્ષા અને કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

App Store