VIDEO: સુરતમાં મેઘરાજાનું ધમાકેદાર બેટિંગ: ચાર કલાકમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો
સોર્સ : gstv
સુરતના ઉમરપાડા તાલુકામાં માત્ર ચાર કલાકમાં આઠ ઈંચ ધોધમાર વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે, જેના કારણે માંગરોળના મોટા બોરસરા ગામ નજીક આવેલો બેરલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે અને તેના પર નદીના પાણી ફરી વળ્યા છે. સ્ટેટ હાઈવે 65 અને નેશનલ હાઈવે 48ને જોડતો આ મહત્વનો માર્ગ બંધ થઈ જવાથી મોટા બોરસરા ગામ તરફ જવાનો સંપર્ક કપાયો છે. સુરક્ષાના ભાગરૂપ સ્થાનિક લોકોએ જાતે જ બેરિકેટ મૂકીને આ રસ્તો બંધ કર્યો છે. આ કીમ નદીના પાણી ત્રીજી વખત આ બેરલ બ્રિજ પર ફરી વળ્યા છે.

