Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Meeting of Municipalities and MLAs on Gulf Floods in Surat

VIDEO: સુરતમાં ખાડી પૂર મુદ્દે મનપા અને ધારાસભ્યોની બેઠક

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં ખાડી પૂર મુદ્દે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેયર, મનપા કમિશનર, કલેક્ટર અને ખાડી પૂરથી પ્રભાવિત વિસ્તારોના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ખાડી પૂર અંગે કરવામાં આવેલા સર્વેનું પ્રેઝન્ટેશન બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યોએ ખાડી પૂર અટકાવવા માટે વિવિધ સૂચનો આપ્યા હતા. ધારાસભ્ય સંદીપ દેસાઈએ ખાડીને ઊંડી કરી કાદવ અને કચરો દૂર કરીને પાણીના વહનને વધારવાનું સૂચન કર્યું હતું. જ્યારે ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ ખાડી આસપાસના દબાણો દૂર કરવા, ખાડી બોક્સ બનાવી તેની વહન ક્ષમતા જાળવી રાખવા અને ખાડીનો વિકાસ કરવા સૂચન કર્યું હતું. બેઠકમાં ખાડીના સર્વેને લઈને એજન્સી દ્વારા કરવામાં આવેલા સર્વેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. મનપા કમિશનરે જણાવ્યું કે, ખાડીની કઈ જગ્યાએ પહોળાઈ વધારવાની જરૂર છે અને કઈ જગ્યાએ ખાડીને ઊંડી કરવાની જરૂર છે, તે અંગે બેઠકમાં વિગતવાર ચર્ચા થઈ હતી. ખાડી પૂર અટકાવવા માટે જરૂરી કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

App Store