VIDEO: સુરતમાં સફાઈ કામદાર યુનિયન દ્વારા કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને શોષણ સામે અર્ધનગ્ન હાલતમાં ભારે આક્રોશ
સોર્સ : gstv
સુરતમાં સફાઈ કામદાર યુનિયન અને કર્મચારી મહામંડળે કલેક્ટર કચેરી ખાતે અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકામાં કાર્યરત કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે કામદારોએ ભારે આક્રોશ વ્યક્તકર્યો હતો..સફાઈ કામદારોએ આક્ષેપ લગાવ્યો છે કે, મહાપાલિકા દ્વારા ૧૯ હજાર રૂપિયાનો પગાર નક્કી કરાયો હોવા છતાં, કોન્ટ્રાક્ટર દ્વારા તેમને માત્ર ૯ હજાર રૂપિયા આપી આર્થિક શોષણ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટ પ્રથામાં થતા આ અન્યાય અને શોષણ સામે કલેક્ટર કચેરી ખાતે અર્ધનગ્ન દેખાવ કરી કામદારોએ પોતાના હક અને પૂરા વેતનની માંગ કરી છે.

