Surat: પોલીસની મોટી કાર્યવાહી, Everest-Maggiના નામે ભેળસેળયુક્ત મસાલો બનાવનારા ઝડપાયા
સુરત પોલીસે મોટી કાર્યવાહી દ્વારા ભેળસેળયુક્ત મસાલાનો(adulterated spices) ખુલાસો કર્યો છે. આ કાર્યવાહીમાં એવેરેસ્ટ અને મેગી(Everest-Maggi) જેવી કંપનીઓના નામે ભેળસેળયુક્ત મસાલો બનાવનારા પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 24,71,000નો ભેળસેળયુક્ત મસાલાનો જથ્થો જપ્ત કર્યો છે. આ બનાવમાં ચાર પેકિંગ કામદારો અને એક માલિક સહિત પાંચ લોકોની ધરપકડ થઈ છે.
ઝડપાયેલા આરોપીઓમાં વિનોદ રાજેન્દ્ર દાસ, કેલુ મુર્મ, વિનોદ પુના દાસ, સુરેન્દ્રકુમાર દાસ અને માલિક સુનિલ સોનીનો સમાવેશ થાય છે. ચારેય પેકિંગ કામદારો છેલ્લા એક મહિનાથી આ કામમાં સામેલ હતા. જ્યારે મુખ્ય આરોપીઓમાં સુનિલ સોની અને કારખાનાના માલિક અનિલ ગોહેલના નામ સામે આવ્યા છે. અનિલ ગોહેલ હાલ વોન્ટેડ જાહેર કરાયો છે, જેની શોધખોળ ચાલુ છે. આ કારખાનું છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું હતું. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

