Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Major operation of Surat cyber crime, mastermind of one and a half crore investment fraud arrested

સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, દોઢ કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો મુખ્ય સૂત્રધાર ખંભાળિયાથી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, દોઢ કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો મુખ્ય સૂત્રધાર ખંભાળિયાથી ઝડપાયો
સોર્સ : gstv

સુરત સાયબર ક્રાઈમ સેલને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. 1.52 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના નાણાં મ્યુલ બેન્ક એકાઉન્ટ્સમાંથી ઉપાડી, તેને ક્રિપ્ટોકરન્સી USDTમાં કન્વર્ટ કરીને કંબોડિયા સ્થિત આકાઓને મોકલનારા મુખ્ય આરોપી રિયાઝની પોલીસે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી ધરપકડ કરી છે.

App Store

મ્યુલ ખાતાધારકોની પૂછપરછમાં ખોલ્યા તાર

આ કેસમાં સુરત સાયબર ક્રાઈમે અગાઉ ત્રણ મ્યુલ ખાતાધારકો મિનેશકુમાર સોલંકી, અનિલ ગુપ્તા અને વિકાસ ભદોરીયાની ધરપકડ કરી હતી. તેમની કડક પૂછપરછ દરમિયાન મુંબઈના રિયાઝનું નામ સામે આવ્યું હતું. રિયાઝ મુંબઈથી ભાગીને સૌરાષ્ટ્રના ખંભાળિયામાં છુપાયો હોવાની માહિતીના આધારે સાયબર ક્રાઈમની ટીમે દરોડો પાડી તેની ધરપકડ કરી હતી. આ કેસમાં તેને મદદ કરનાર અન્ય બે મુખ્ય આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

જયપુરથી મુંબઈ સુધીનું નેટવર્ક

પોલીસ તપાસમાં આ સમગ્ર આંતરરાષ્ટ્રીય સાયબર સ્કેન્ડલની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. મુંબઈથી ઓપરેટ થતા આ રેકેટમાં ફ્રોડ ટોળકી મ્યુલ એકાઉન્ટ ધારકોને પહેલા જયપુર લઈ જતી અને ત્યાંથી મુંબઈના સાકીનાકા વિસ્તારના એક ફ્લેટમાં ત્રણ દિવસ સુધી રાખતી હતી. આ ત્રણ દિવસ દરમિયાન ખાતાધારકોના બેન્ક ખાતાઓમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના લાખો રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવતા હતા. ત્યારબાદ રિયાઝ બેન્ક ખાતામાંથી પૈસા રોકડા ઉપાડી તેને ક્રિપ્ટોકરન્સી USDTમાં કન્વર્ટ કરી કંબોડિયા મોકલી આપતો હતો અને ખાતાધારકોને પરત રવાના કરી દેવાતા હતા. હાલ સુરત સાયબર ક્રાઈમ સેલે રિયાઝની ધરપકડ કરીને આ આંતરરાષ્ટ્રીય સાયબર નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.