VIDEO: મીડિયા અહેવાલ બાદ પાલિકાની કામગીરીથી સ્થાનિકોમાં રોષ
સોર્સ : gstv
મીડિયા અહેવાલ બાદ સુરતમાં પાલિકા તંત્ર કામગીરી કરવા પહોંચ્યું હતું. હોટફિક્સ મશીન બાબતે નોટિસ આપવા જતા સ્થાનિકોએ અધિકારીઓનો ઉગ્ર વિરોધ કર્યો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે પાલિકાની કચરાની ગાડીઓ આવતી ન હોવાથી બહાર કચરો નાખવાની ફરજ પડે છે. અધિકારીઓની કામગીરીથી અસંતુષ્ટ સ્થાનિકોએ સવાલો ઉઠાવતા મામલો ગરમાયો હતો. વિરોધ વચ્ચે પાલિકાના અધિકારીઓ અધૂરી કામગીરી છોડીને પરત ફર્યા હતા.

