VIDEO: કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેંડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સાસણગીરથી ઝડપાઈ
સોર્સ : gstv
સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી તેમજ આઈટી એક્ટ હેઠળના ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતી ફરતી કીર્તિ પટેલની સાથીદાર એવી સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની સુરત પુણા પોલીસે ધરપકડ કરી છે. સુરત પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ વર્કઆઉટ અને લોકેશન ટ્રેસ કરીને આરોપી નયનાને સાસણગીરથી ઝડપી પાડી હતી.મૂળ ભાવનગરના સિહોર પંથકની રહેવાસી ૩૩ વર્ષીય નયના બારૈયા સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ભાવનગરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેની સામે મારામારી, પ્રોહિબિશન અને એટ્રોસિટી સહિત કુલ ૬ ગુનાઓ નોંધાયેલા છે. સાસણગીરથી ધરપકડ કર્યા બાદ પુણા પોલીસે મહિલા આરોપીને સુરત લાવીને આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

