VIDEO: સુરત અને નવસારીમાં જન્માષ્ટમી મટકી ફોડ ઉત્સવનો ધમધમાટ
સોર્સ : gstv
સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા 29મા જન્માષ્ટમી મટકી ફોડ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જલ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી થઈ હતી. આ વર્ષે 145 ગોવિંદા મંડળો અને 6 મહિલા મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. સુરત શહેરમાં આશરે 8 હજાર મટકી ફોડ કાર્યક્રમો યોજાયા છે, જેમાં અંદાજે 35 હજાર યુવાઓ જોડાયા છે. વિવિધ મંડળો માટે 11 હજારથી લઈને 61 હજાર સુધીના રોકડ ઈનામો અને ટ્રોફી રાખવામાં આવી છે, જ્યારે ડીંડોલીમાં એક લાખ 51 હજારની સૌથી મોટી ઈનામી મટકી રખાઈ છે.

