Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : ingredients for making country liquor was found

Suratના ઉમરપાડામાં જનતા રેડ, દેશી દારુ બનાવવાની સામગ્રીનો જથ્થો મળી આવ્યો

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Suratના ઉમરપાડામાં જનતા રેડ, દેશી દારુ બનાવવાની સામગ્રીનો જથ્થો મળી આવ્યો
સોર્સ : GSTV

Surat News: સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. ગાંધીના દારુબંધી ગુજરાતમાંથી અવારનવાર દેશી તથા વિદેશી દારુ ઝડપાયા હોય છે એવામાં ફરી એક વખત દારુ બનાવવાની સામગ્રીનો જથ્થો ઝડપાયો છે. સુરત જિલ્લામાં ઉમરપાડાના વાડી ગામે દુકાનોમાં જનતા રેડ કરતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે.

App Store

વાડી ગામે ચાર રસ્તા પર આવેલ કરિયાણાની દુકાનમાં રેડ પાડવામાં આવી હતી. દેશી દારૂની બનાવટમાં વપરાતા સામગ્રીઓ રાખતા કરિયાણાની દુકાનમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં દારૂની બનાવટમાં વપરાતો ગોળ, મહુડાના ફૂલ, નવસાર મળી આવ્યો હતો. દારૂના સેવનથી અનેક મહિલાઓ વિધવા બનતા આખરે જનતા રેડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે ઉમરપાડા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. કરિયાણાનો વેપારી મોટા પ્રમાણમાં દારૂ બનાવટની સામગ્રી સપ્લાય કરતો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો હતો.