Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : The court ordered the registration of a criminal case.

Surat: 'આપ' નેતા પાયલ સાકરિયા પર આક્ષેપ કરનાર ભાજપના 2 કોર્પોરેટર સામે ફોજદારી નોંધવા હુકમ

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Surat: 'આપ' નેતા પાયલ સાકરિયા પર આક્ષેપ કરનાર ભાજપના 2 કોર્પોરેટર સામે ફોજદારી નોંધવા હુકમ
સોર્સ : GSTV

Surat News: સુરતમાં ભાજપના બે કોર્પોરેટર સામે કોર્ટ દ્વારા ફોજદારી નોંધવાનો હુકમ ફટકારવામાં આવ્યો છે. સુરતમાં વિપક્ષ નેતા પાયલ સાકરીયા પર 11 લાખ લીધાના આક્ષેઓ થયા હતા. જેને લઈને આક્ષેપ કરનાર ભાજપના બે કોર્પોરેટર સામે ફોજદારી નોંધવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. ભાજપના કોર્પોરેટર અશોક ધામી અને કનુ ગેડિયાએ આક્ષેપ કર્યા હતા.

App Store

મળતી માહિતી પ્રમાણે, 26 એપ્રિલ 2024ના રોજ પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં બંને કોર્પોરેટરે પાયલ સાકરીયા બાબતે કહ્યું હતું કે, વિરોધ પક્ષના નેતા બની ત્યારથી તોડપાણી કરે છે. અમારી પાસેથી 11 લાખ રૂપિયા લઈ ગઈ અને ભીંસ પડી તો પાછા આપી દીધા શરમ આવવી જોઈએ. આ બાદ સામાન્ય સભામાં 11 લાખ અગિયાર લાખના નારા લાગ્યા હતા.

ત્યારબાદ, ખોટી રીતે વિપક્ષ નેતાને બદનામ કરવા બદલ આ બાબતે કોર્ટમાં બદનક્ષીનો દાવો થયો હતો. અને આખરે આ બાબતે કોન્ટેક ભાજપના કોર્પોરેટર અશોક ધામી અને કનુ ગેડિયા સામે ફોજદારી નોંધવા હુકમ કર્યો છે.