VIDEO: સુરત જિલ્લાની કામરેજ સુગર ફેક્ટરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી દરમિયાન ભારે હોબાળો
સોર્સ : gstv
સુરતના સાયણ સુગર બાદ હવે કામરેજ સુગર ફેક્ટરીમાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણીને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ મુજબ અશ્વિન પટેલને પ્રમુખ તરીકે અને છાયાબેન ગોહિલને ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ આ વરણી જાહેર થતાં જ સુગરના ડિરેક્ટર અમિત ભારૂંડીને ઉપપ્રમુખ પદ ન મળવાના કારણે તેમના સમર્થકો ભારે રોષે ભરાયા હતા. અમિત ભારૂંડીના સમર્થકોએ વિરોધ નોંધાવતા સુગર પ્રમુખની ઓફિસમાં જઈને હલ્લાબોલ મચાવ્યો હતો અને ભારે હોબાળો કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સભાસદ ખેડૂતો પણ ફેક્ટરી પર હાજર રહ્યા હતા.

