VIDEO: સુરતમાં ગોલ્ડ-સિલ્વર રાખડીઓની ભારે ડિમાન્ડ
સોર્સ : gstv
રક્ષાબંધનને લઈ સુરતના રાખડી બજારમાં ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ રાખડીઓની ધૂમ મચી છે. મોંઘવારી વચ્ચે પણ ગ્રાહકોના બજેટને ધ્યાનમાં રાખીને જ્વેલર્સે ૨૦૦ મિલિગ્રામથી શરૂ થતી રૂ. ૪,૦૦૦ થી લઈને લાખો રૂપિયા સુધીની ગોલ્ડ રાખડીઓ તૈયાર કરી છે. આ રાખડીઓનો ઉપયોગ પછીથી પેન્ડન્ટ તરીકે પણ કરી શકાશે. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ આગળ મોંઘવારીને બાજુ પર મૂકી ગ્રાહકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે

