VIDEO: પર્યાવરણની રક્ષાના સંદેશ સાથે ગ્રીનમેનની ટ્રી ગણેશા પહેલ
સોર્સ : gstv
સુરતમાં પર્યાવરણની રક્ષાના સંદેશ સાથે ‘ગ્રીનમેન’ વિરલ દેસાઈ દ્વારા ટ્રી ગણેશાની સ્થાપના કરવામાં આવી છે. વર્ષ 2018થી વિરલ દેસાઈ પ્લાસ્ટિક પ્રદૂષણમુક્ત ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યા છે. સજીવ છોડમાંથી તૈયાર કરાયેલી ટ્રી ગણેશાના 10 દિવસ સુધી સુરત શહેર અને જિલ્લાના શાળાના વિદ્યાર્થીઓ દર્શન કરી રહ્યા છે. સાથે જ વિદ્યાર્થીઓને ગ્રીન કવર વધારવા અને પર્યાવરણ જાળવણી અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ટ્રી ગણેશા માત્ર ઉત્સવ નહીં પરંતુ યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરતી એક ચળવળ બની રહી છે.

