VIDEO: SURATના ડાયમંડ બુર્સ ખાતે GJEPC દ્વારા ઇન્ડિયા રફ ડાયમંડ શોનો પ્રારંભ
સોર્સ : gstv
સુરતના ડાયમંડ બુર્સ ખાતે જીજેઈપીસી દ્વારા ઇન્ડિયા રફ ડાયમંડ શોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 10 મે 2026 સુધી ચાલનારા આ ૩૫ દિવસીય પ્રદર્શનનો મુખ્ય હેતુ વૈશ્વિક રફ ડાયમંડ સપ્લાયને સીધો ભારતમાં લાવવાનો છે. આ શોમાં અંદાજે ૧૦૦ મિલિયન ડોલરના મૂલ્યના રફ હીરા પ્રદર્શિત થશે. જેમાં સ્ટાર જેમ્સ અને કોઈન ઇન્ટરનેશનલ જેવી અગ્રણી વૈશ્વિક કંપનીઓ ભાગ લઈ રહી છે. આ આયોજનથી એક હજારથી વધુ MSME હીરા ઉત્પાદકોને સીધો લાભ મળવાની અપેક્ષા છે. આ પહેલ દ્વારા સુરત ડાયમંડ બુર્સને વૈશ્વિક સ્તરે ધમધમતું કરી હીરા ઉદ્યોગની ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

