Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Fire in hot fix plastic waste in Punagam

VIDEO: પુણાગામમાં હોટ ફિક્સના પ્લાસ્ટિકના કચરામાં આગ

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી રાધા સ્વામી સોસાયટી નજીક હોટ ફિક્સના પ્લાસ્ટિકના કચરામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સુરતમાં હોટ ફિક્સના કચરામાં આગ લાગવાની આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે, જે મોટી હોનારતનું કારણ બની શકે છે. અગાઉ પણ આવી બે ઘટનાઓમાં ત્રણ વાહનો બળીને ખાક થઈ ચૂક્યા છે. પ્લાસ્ટિકના આ જોખમી કચરાના નિકાલ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

App Store