VIDEO: SURATના પુણામાં સાડીના ગોડાઉનમાં લાગી આગ, ફાયર વિભાગે ભારે જહેમત મેળવ્યો કાબૂ
સોર્સ : gstv
સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક નજીક એક ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગના ચોથા માળે આવેલા સાડીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓએ એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ ઘટનાને પગલે મોટા નુકસાનની આશંકા સેવાઈ રહી છે.

