Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Fire breaks out at fugitive Nirav Modi's closed jewellery company

Surat: ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં લાગી આગ, હત્વના દસ્તાવેજો બળીને ખાખ

Timeછેલ્લું અપડેટ : 10 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના સચિન રોડ પર આવેલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થયેલી આગે જોતજોતામાં પ્રથમ માળને ઝપેટમાં લીધો હતો. ફાયર ફાઈટરોએ 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા છે. આ ઘટનાના કારણે અનેક શંકાઓ ઉદ્ભવી છે, કારણ કે EDની કાર્યવાહી બાદ કંપની સીલ હતી અને પાવર કનેક્શન પણ કાપી દેવામાં આવ્યું હતું. ચર્ચાઈ રહ્યું છે કે કંપનીમાંથી કિંમતી મશીનરી અને જ્વેલરીની ચોરી છુપાવવા માટે જાણીજોઈને આગ લગાડવામાં આવી હોઈ શકે છે. શોર્ટ સર્કિટની શક્યતા નહિવત હોવાથી આ મામલો તપાસના દાયરામાં આવ્યો છે.

App Store