VIDEO: દિવાળી પૂર્વે સુરતના વીવિંગ ઉદ્યોગમાં આર્થિક સંકટ, સપ્તાહમાં બે દિવસ એકમો બંધ રહેશે
સોર્સ : gstv
દિવાળીને ગણતરીના મહિનાઓ બાકી છે..ત્યારે સુરતના ટેક્સટાઇલ અને વીવિંગ ઉદ્યોગ પર મંદી તથા મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. કાચા માલ તરીકે વપરાતા યાર્નના ભાવમાં તોતિંગ વધારો થતાં ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે, જ્યારે તેની સામે તૈયાર ગ્રે કાપડના યોગ્ય ભાવ મળતા નથી. આ પરિસ્થિતિમાં પડતર ઊંચી આવતા અને મોટી આર્થિક ખોટ તેમજ મૂડી ફસાઈ જવાની ભીતિ સર્જાતા વીવર્સે સ્વયંભૂ અઠવાડિયામાં બે દિવસ કારખાના બંધ રાખવાનો નિર્ણય લીધો છે. દિવાળી સમયે કારીગરોનો પગાર, બોનસ અને લિક્વિડિટીની જરૂરિયાત વચ્ચે વીજ વપરાશ, લાઈટબિલ અને દૈનિક ખર્ચ પર નિયંત્રણ લાવવા માટે ઉત્પાદન ઘટાડવા સિવાય વીવર્સ પાસે અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.

