Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Even in the midst of heavy rain in Surat, the Tricolor Yatra was painted in the color of patriotism!

VIDEO: સુરતમાં ભારે વરસાદ વચ્ચે પણ દેશભક્તિના રંગે રંગાઈ તિરંગા યાત્રા!

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ સુરત શહેરમાં અદભુત દેશભક્તિ અને ઉત્સાહ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ વિશેષરૂપે જોડાયા હતા. સુરતના પીપલોદ વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી આ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં પડી રહેલા ભારે વરસાદની પરવા કર્યા વગર તમામ ધારાસભ્યો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં ઉત્સાહી નાગરિકો હાથમાં તિરંગો લઈને આ યાત્રામાં જોડાયા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ 'ભારત માતા કી જય'ના ગગનભેદી નારાઓથી આખું સુરત શહેર તિરંગામય અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું. નાગરિકોનો આ અદમ્ય ઉત્સાહ અને દેશપ્રેમ ખરેખર પ્રેરણાદાયી રહ્યો હતો.

App Store