Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Establishment of unique and eco-friendly Ganpati made from white trading roots in Kamrej, Surat.

VIDEO: સુરતના કામરેજમાં સફેદ આકડાના મૂળમાંથી બનતા અનોખા અને વાતાવરણ અનુકૂળ ગણપતિની સ્થાપના.

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા સાંઇનાથ રો હાઉસમાં રહેતા હેતલબેન દવે દ્વારા પર્યાવરણને અનુકૂળ એક અનોખી પહેલ કરવામાં આવી છે. હેતલબેને છેલ્લા ઘણા વર્ષોથી નેપાળના સાધુની પ્રેરણાથી સફેદ આકડાના મૂળમાંથી જાતે જ સુંદર ગણપતિની પ્રતિમા બનાવીને ઘરે સ્થાપના કરી છે. મોટી અને પીઓપીની પ્રતિમાઓ સ્થાપિત કરવાની હરિફાઈ સામે આ પરિવાર દેખાડે છે કે સાદગીથી પણ ઉત્સવ ઉજવી શકાય છે. ખાસ વાત એ છે કે આ પ્રતિમાનું વિસર્જન કરવાને બદલે તેને મંદિરમાં મૂકવામાં આવે છે. આજના સમયમાં લોકો માટીની કે જાતે બનાવેલી નાની પ્રતિમાઓ સ્થાપિત કરે તેવો સંદેશ તેઓ આપી રહ્યા છે. આ અનોખા દર્શનનો લાભ લેવા આજુબાજુની સોસાયટીના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newssuratganesh