સુરતમાં ભારે વરસાદને કારણે શનિવારે શાળાઓમાં રજા જાહેર
સોર્સ : gstv
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના કારણે સુરત શહેર અને જિલ્લામાં શનિવારે પણ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.. ભારે વરસાદની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ કોઈ મુશ્કેલીમાં ન મુકાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળામાં રજા જાહેર કરી છે.. વિદ્યાર્થીઓની સાથે-સાથે શાળાના શિક્ષકોને પણ રજા રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે, જેથી ખરાબ હવામાન અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે સુરક્ષા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

