VIDEO: ડો. હર્ષ પંડ્યા આપઘાત મામલે પોલીસે ડોક્ટરોના નિવેદન લેવાનું શરૂ કર્યું
સોર્સ : gstv
સુરતમાં ડો. હર્ષ પંડ્યાના આપઘાત મામલે પોલીસ તપાસ વધુ તેજ બની છે. સમગ્ર કેસમાં પોલીસે સંબંધિત ડોક્ટરોને પોલીસ સમક્ષ હાજર રહી નિવેદન આપવા માટે નોટિસ પાઠવી હતી. નોટિસ મળ્યા બાદ જેના ઉપર આરોપ લાગ્યા છે તે ડો. અનુજ મહેશ્વરી પોલીસ સ્ટેશન ખાતે નિવેદન આપવા પહોંચ્યા હતા. પોલીસ દ્વારા હાલ ડો. અનુજ મહેશ્વરીનું નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે અને સંબંધિત લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ અંગે પોલીસ માહિતી એકત્રિત કરી રહી છે.

