VIDEO: ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા વૈદિક રાખડીઓનું નિર્માણ કર્યું
સોર્સ : gstv
દેશભરમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ પ્રબળ બની છે. આ અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવા રક્ષાબંધનના પવિત્ર તહેવારનો વિશેષ સહારો લેવાયો છે. ગૌશાળામાં ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી સંપૂર્ણ ઇકો-ફ્રેન્ડલી અને વૈદિક રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે…આ રાખડીઓ પર ગૌમાતા-રાષ્ટ્રમાતા જેવા પ્રેરણાદાયી સ્લોગન પણ મૂકવામાં આવ્યા છે. સ્થાનિક બજારો ઉપરાંત સુરત સહિત દેશના વિવિધ રાજ્યોમાં આ રાખડીઓ મોકલવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લાખો ભાઈઓના કાંડા પર આ રાખડી બંધાતા ગૌરક્ષાનો સંકલ્પ મજબૂત થશે અને સરકાર પર સકારાત્મક દબાણ ઊભું કરી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો નિર્ધાર છે.

