VIDEO: સુરતમાં મતગણતરી સેન્ટર ખાતે મારામારીની ઘટના, કોંગી ઉમેદવાર પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો આરોપ
સોર્સ : gstv
સુરતમાં મતગણતરી સેન્ટરમાં મારામારીની ઘટના બની છે. વોર્ડ નંબર 18ના કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર અને કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીની હાજરી વચ્ચે આ ઘટના બની હતી. વોર્ડ નંબર 18 લિંબાયત પર્વત કુંભારીયા વિસ્તારમાં ભાજપની જીત થતા કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ પર ભાજપ કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવાયો છે. વોર્ડ નંબર 18ના ભાજપના વિજેતા ઉમેદવાર દિનેશ રાજપુરોહિત અને તેમના કાર્યકરોએ હુમલો કર્યાનો આક્ષેપ છે.

