સુરતની ટેક્સટાઈલ માર્કેટ આગ લાગતા ભસ્મીભૂત, કાપડની દુકાનોની સાથે અંદાજે 900 કરોડ સ્વાહા

સુરતમાં રીંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારે સવારે ફરી આગ ફાટી નીકળતા ભીષણ સ્વરૃપ ધારણ કર્યુ હતુ. જોકે આગ લાગ્યાન ૩૬ કલાકથી વધુ સમય થઇ ગયો હોવાથી ૧૫૦ ફાયર લાશ્કરો ૪૨ થી વધુ ગાડીઓએ સતત ૮૦ લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી છે. જોકે આગ બુઝાવવાની કામગીરીમાં એક ફાયર ઓફિસરને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
22 ફાયર સ્ટેશન કામે લાગ્યા
ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ સુરતમાં રીંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બેઝમેન્ટમાં ગત તા. ૨૫મીએ બપોરે આગ ફાટી નીકળી હતી. બાદમાં ફાયર જવાનોએ ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. ત્યારબાદ બુધવારે સવારે સવા આઠ વાગ્યાની આસપાસમાં ફરી માર્કેટમાં દુકાકનમાં આગ ભભૂકી ઊઠી હતી, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરતા ત્યાંના લોકોમાં ફફડાટ વ્યાપી પામી હતી. આવા સંજોગોમાં પાલિકના ૨૨ ફાયર સ્ટેશની ૩૫ ગાડી અને હજીરા સહિતની કંપની ૭ ફાયરની ગાડી મળી કુલ ૪૨ જેટલી ફાયરની ગાડીમાં ૧૫૦ વધુ ફાયર લાશ્કરો તથા ૨૫ જેટલા ફાયર ઓફિસર આગ બુઝાવવા માટે ૩૬ કલાકથી વધુ સમય સતત ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા. જેમાં કેટલાક જવાનો ઓકસીજન માસ્ક પહેરીને જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે. જેમાં ફાયર ઓફિસર જયદીપ ઇસરાની હાથમાં ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે અમુક ફાયરજવાનો ધુમાડાના લધી પ્રાથમીક અસર થઇ હોવાની સકયતા છે.
843 દુકાનોમાંથી 500 ઝપેટમાં આવી
માર્કેટમાં પાંચ માળમાં ૮૪૩ જેટલી દુકાન આવેલી છે. જેમાં ૫૦૦થી વધુ દુકાનો આગની લપેટમાં આવી હતી. જેથી આગના લીધે આ દુકાનમાં અને અન્ય દુકાનમાં મોટા પ્રમાણમાં સાડી જથ્થો અને કાપડ સહિતના માલસામાન અને ચીજવસ્તુઓમાં મોટા પ્રમાણમાં નુકસાન થયુ હતું. જોકે ચોથા અને પાંચ માળે આગની ગરમીના લીધે સ્લેબના પોપડા પડયા હતા. પણ કોઇ ફાયરજવાને ઇજા થઇ હતી. જોકે મોડી સાંજ સુધી ફાયરજવાનો દ્રારા ૮૦ લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે હાલમાં કુંલીગ કામગીરી ચાલી રહી હોવાનું ચીફ ફાયર ઓફિસર બંસત પરીકે જણાવ્યું હતું.
દુકાન અને ગોડાઉન આગમાં ખાખ થઇ જતા દુકાનદારે સરકાર પાસે સહાયની માંગ કરી
શિવશકિત ટેકસ્ટાઇલ માર્કેટમાં દુકાનદાર ન્હાલાલ રાઠોડે કહ્યુ કે, અમારી બે દુકાન અને ગોડાઉન ધરાવ હોવાથી ઓનલાઇન સહિતનો ધંધો કરવામાં આવે છે. જોકે તમામ સિઝનનો માલ સ્ટોક કર્યો હતો. જોકેમાં સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયો છે. જેથી અમને મોટા પ્રમાણમાં નુકશાન થયુ છે. અમે કંઇ રીતે આગળ વધીએ, કેવી રીતે ફરી ધંધો કરીશુ ? જેથી પ્રંશાશન કે સી.એમ, પી.એમ ફંડમાંથી અમને આર્થિક રીતે કેવી રાતે સાહાય કરે, એવી ઇચ્છા છે. જોકે ફાસ્ટાની ટીમ૨૪ કલાકથી સાથે રહીને મદદરૃપ થઇ રહ્યા છે.
- આગને લીધે મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી અને સ્મીમેરમા અલાયદા વોર્ડ સાથે વ્યવસ્થા કરાઈ
શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગનો તાંડવ ત્રીજા દિવસે પણ યથાવત રહેતા ફાયર બ્રિગેડનો કાફલો અને અધિકારીઓ સતત કામગીરી કરી રહ્યા છે. જોકે ફાયર જવાનો સહિત કેટલાક લોકોને શ્વાસ લેવા સહિતની તકલીફો થાય, તો તેમને તરત સમયર સારવાર માળી રહે તે માટે સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા જરૃરી તૈયારીઓ કરવામાં આવી છે. જોકે ધટના સ્થળે એમ્બ્યુલન્સમાં સાથે મેડીકલ ટીમ ત્યાં આજે સવારે મોકલી હતી. આ ટીમમાં મેડીસીન, ટી.બી વિભાગ ડોકટરો, નર્સિગ સ્ટાફ સહિતની ત્યાં મુકવામાં આવ્યા હતા. આ સાથે સ્મીમેરમાં તાત્કાલિક સારવાર વિભાગમાં ૧૫ બેડ અને બીજા માળ ઉપર ૨૦ બેડના અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.આ સિવાય મેડિસિન,સર્જરી અને એનેસ્થેસિયા વિભાગના ડોકટરોની ટીમો પણ એલર્ટ રહેવા કહ્યુ છે. એવુ સ્મીમેરના અધિકારીએ કહ્યુ હતું.
ફાયર અને પોલીસને સેવાભાવી વ્યકિતએ ફુડ પેકેટ આપ્યા
માર્કેટમાં ભીષણ આગના લીધે વેપારીને લાખો કે કરોડોનું નુકશાન થયુ હોવાથી ચિંતાતુર થઇ ગયા છે. જયારે બીજી તરફ અમુક વેપારી ફાયર સાથે આગ બુઝાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. જોકે ત્યાં સતત કામગીરી કરી રહેલા ફાયરજવાનો અને પોલીસકર્મીઓને પાણી, ફુડ પેકેટ તેમજ જમવાની વ્યવસ્થા સેવાભાવી જીતેન્દ્રભાઇ દ્રારા સેવાકાર્ય કરતા હોવાનું સુત્રો જણાવ્યું હતું.

