Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Car bursts into flames while running on road

VIDEO: સુરતમાં રસ્તા પર દોડતી કાર ભડકે બળી, આગ લાગતા સમયસૂચકતા દર્શાવતા ચાલકનો બચાવ 

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2025
લાઇવ ટીવીGoogle News

સુરત શહેરના કાપોદ્રા ઓવરબ્રિજ પર એક ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગ્યાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જેણે આગને નિયંત્રણમાં લાવી હતી. કાર ચાલકે સમયસૂચકતા દાખવી કારમાંથી બહાર નીકળી જતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગ એટલી ભયાનક હતી કે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ધુમાડો અને આગની જવાળાઓ દૂરથી નજરે જોઈ શકાતા લોકો એકઠાં થઈ ગયા હતા. 

App Store
ટોપિક્સ:suratcarfire