Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : BJP woman leader suicide case, Corporator Chirag ordered not to leave

ભાજપ મહિલા નેતા આપઘાત કેસ, કોર્પોરેટર ચિરાગે દિપીકાના ફોનનો ડેટા ડિલિટ કર્યાની શંકાએ સુરત ન છોડવા આદેશ

Timeછેલ્લું અપડેટ : 06 Dec 2024
લાઇવ ટીવીGoogle News
ભાજપ મહિલા નેતા આપઘાત કેસ, કોર્પોરેટર ચિરાગે દિપીકાના ફોનનો ડેટા ડિલિટ કર્યાની શંકાએ સુરત ન છોડવા આદેશ

સુરતના અલથાણમાં ભાજપની મહિલા નેતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આપઘાત શા માટે કર્યો તેનું કોકડું સતત ગૂંચવાઈ રહ્યું છે. ત્યારે ભાજપ વોર્ડ પ્રમુખ દિપીકા પટેલના આપઘાત કેસમાં શંકાસ્પદ ભૂમિકા ભજવનારા ચિરાગ સોલંકીને સુરત નહીં છોડવા પોલીસે આદેશ અપાયો છે. સુરત બહાર જાય તો પોલીસને અચૂક જાણ કરવા તાકીદ કરવામાં આવી છે. 

App Store

આ પણ વાંચોઃરાજકોટ અને ભાવનગરમાં અકસ્માતની એક સરખી બે ઘટનામાં 3 લોકોના મોત, જાણો વિગત

ચિરાગ બેસણામાંથી રવાના

ગુરુવારે દિપીકાની પ્રાર્થના સભા હતી. ત્યારે ચિરાગ સોલંકી આવ્યો હતો. દિપીકાના પતિને સાંત્વના આપવા પહોંચ્યો ત્યારે કોઈ પ્રતિભાવ નહીં મળતાં ચિરાગ 40 સેકન્ડમાં જ પ્રાર્થના સભામાંથી રવાના થઈ ગયો હતો. બીજી તરફ સ્થાનિકો પણ ચિરાગને જોઈને રોષે ભરાયા હતા. દિપીકાના ફોનનો ડેટા પણ ચિરાગે ડિલીટ કર્યો હોવાની શંકાથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. પ્રાર્થના સભામાં ભાજપના એકપણ મોટા નેતા કે કોર્પોરેશનના પદાધિકારીઓો ઉપસ્થિત રહ્યા ન હતા. તેમની ગેરહાજરી સ્થાનિક રહીશોમાં ભારે ચર્ચાનો વિષય બની હતી.

દિપીકા-ચિરાગની મોબાઇલ ચેટ રહસ્યો ખોલશે

ચિરાગે દિપીકાના ફોનમાં ડેટા ડિલિટ કર્યાની આશંકા છે, જે ગુનાના મૂળ સુધી લઈ જાય તેમ છે. આથી પોલીસે ચિરાગ અને દિપીકાના ફોન FSLમાં મોકલ્યા છે. ડેટા જલ્દી મળે તેવી નોંધ સાતે એફએસએલને તાકીદ કરાઈ છે.

બેંક ટ્રાન્ઝેક્શનની તપાસ

દિપીકા અને તેના પતિના બેંકના સ્ટેટમેન્ટ સહિતની વિગતો પોલીસે મેળવી છે. બેંકમાં મોટા ટ્રાન્ઝેક્શનો દિપીકાના પતિના ખાતામાં થયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાં લાખોનાં ટ્રાન્ઝેક્શન થયેલા છે. હવે કોની-કોની સાથે ટ્રાન્ઝેક્શન કરાયા છે તે બાબતે પોલીસ આગામી દિવસમાં તપાસ કરશે.