VIDEO: સુરત સિવિલ હોસ્પિટલમાં મોટો ધડાકો: બોયઝ પીજી હોસ્ટેલમાં ડોક્ટરે કર્યો આપઘાત!
સોર્સ : gstv
સુરતની નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલ બ્લોક-બીમાં માઇક્રોબાયોલોજી વિભાગના તબીબે આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક ડોક્ટરે પીજી હોસ્ટેલના રૂમ નંબર ૧૦૦૫માં પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. હોસ્ટેલમાં સાથે રહેતા મિત્રોને ઘટનાની જાણ થતાં જ સમગ્ર સિવિલ કેમ્પસ અને તબીબી આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદાકીય તપાસ હાથ ધરી છે.

