VIDEO: સુરતમાં રસ્તા પર ભુવા અને નાગરિકો પરેશાન, લીંબાયત ઝોન ઓફિસમાં અધિકારીની બર્થડે પાર્ટી
સોર્સ : gstv
સુરતમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી અને અધિકારીઓની મનમાની સામે આવતા વિવાદ સર્જાયો છે. એક તરફ શહેરના રોડ રસ્તાઓ પર ભૂવા પડવાથી નાગરિકો ત્રસ્ત છે, તો બીજી તરફ લીંબાયત ઝોનની ઓફિસમાં જવાબદાર અધિકારી કેતન પટેલની ધૂમધામથી બર્થડે પાર્ટી ઉજવાઈ રહી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. કમિશનરની ગેરહાજરી અને મોટાભાગના વિભાગો ચાર્જ પર ચાલી રહ્યા હોવાથી અધિકારીઓ જવાબદારી ભૂલી મનફાવે તેમ વર્તી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જાહેરમાં નાગરિકો હેરાન થઈ રહ્યા છે ત્યારે સરકારી ઓફિસમાં યોજાયેલી આ ઉજવણી સામે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે.

