VIDEO: ભેસ્તાન હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, 4 સગીર સહિત 8 આરોપી ઝડપાયા
સોર્સ : gstv
સુરતના ભેસ્તાન વિસ્તારમાં સતીષ મરાઠાની થયેલી ઘાતકી હત્યાના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ચાર સગીર સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ મહારાષ્ટ્ર તરફ ભાગી જાય તે પહેલાં સુરત ક્રાઈમ બ્રાન્ચ અને તાપી એલસીબીએ ઉચ્છલ વિસ્તારમાં નાકાબંધી કરી તેમની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 2 દેશી પિસ્ટલ, 1 તમંચો, મેગેઝીન અને 3 મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં લાજપોર જેલમાં બંધ ગેંગસ્ટર રાહુલ સોમન મંડલે જૂની ગેંગવોરની અદાવતમાં હત્યાનું કાવતરું ઘડ્યાનો ખુલાસો થયો છે, જ્યારે કેસના મુખ્ય કાવતરાખોર સહિત અન્ય આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે. પકડાયેલા મુખ્ય આરોપીઓ સામે અગાઉ પણ હત્યા, હત્યાના પ્રયાસ અને ખંડણી સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.

