Surat News: ગુરુકુલમાં શ્રાવણમાસમાં ભક્તિ પર્વનો પ્રારંભ, દરરોજ સવા લાખ મંત્રલેખનથી સાથે થશે જળાભિષેક

સુરતના વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલમાં શ્રાવણી પર્વ પ્રાર્થના અને ભજન ભક્તિ સાથે ઉજવવાનો પ્રારંભ થયો છે. પ્રારંભમાં ભક્તોએ ખંભે લાલ ખેસ ધારણ કરી, હાથમાં કરતાલ લઈ ભગવાન સન્મુખ સંકોર્તન સાથે પ્રભુને પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ કહ્યું હતું કે ભક્તને ભગવાન પાસે પહોંચવા માટે પ્રાર્થનાઓ સુગમ માર્ગ છે. જેને ધનવાન કે નિર્ધન સહુ કોઈ કરી શકે છે. હૃદયની શુદ્ધ ભાવનાથી રામચંદ્રપ્રભુ શબરી પાસે સામેથી પહોંચ્યા. શ્રીકૃષ્ણ પ્રભુ દુર્યોધનના મેવા ત્યાગી સામેથી વિદુર પત્નીના કેળા આરોગવા પહોંચ્યા છે.
જળાભિષેક-મંત્રલેખન
પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે સનાતન ધર્મના પવિત્ર શ્રાવણમાસમાં શ્રી નીલકંઠ ભગવાનનું શ્રાવણ માસ પર્યન્ત દરરોજ સવાલાખ સ્વામિનારાયણ મંત્રલેખનથી ભગવાનનું પૂજન તેમની જળાભિષેક થશે. સવારે 8-45 થી 11-00 અને બપોર પછી 3 -30 થી 5-30 મહિલા તથા પુરુષ સહુ દર્શન અને મંત્રલેખન લખવાનો શ્રદ્ધા પ્રમાણે લાભ લઈ શકશે.નીલકંઠ હવેલીમાં મંત્રલેખનથી પૂજનનો પ્રારંભ મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ જ્યારે જળાભિષેક પૂજનનો પ્રારંભ પ્રભુ સ્વામીએ કર્યો હતો.
ભગવાને કરી છે આજ્ઞા
ગુરૂકુલના વડિલ દસ ભક્તો મરજાદી વેશધારી ભગવાનના પૂજન ભક્તિનો લાભ લઈ રહ્યા છે.200 વર્ષ પહેલા સારંગપુરની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીની પ્રતિષ્ઠા કરેલી એ સ્વામીએ આપેલ બીજ મંત્રનો યજ્ઞ મહિલાઓ દ્વારા બપોરે બાર થી ત્રણ વાગ્યા સુધી યજ્ઞશાળામાં કરવામાં આવશે. પછીથી પુરુષ ભક્તો એ યજ્ઞ સાંજે 6:00 વાગ્યા સુધી કરશે.ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને દરવર્ષે શ્રાવણમાસમાં બીલીપત્રથી મહાદેવનું પુજન અર્ચન કરવાની આજ્ઞા કરી છે. પવિત્ર ભૂદેવ દ્વારા મહાદેવજીનું પૂજન તથા અભિષેક શ્રાવણમાસ પર્યંત કરવામાં આવી રહ્યું છે.

