VIDEO: Chhotaudepurની આશ્રમ શાળાઓને તાળા લાગે તેવી સ્થિતિ, 3 કરોડની નથી ચૂકવાઈ ગ્રાન્ટ
છોટાઉદેપુર જિલ્લાની 13 જેટલી આશ્રમ શાળાઓ જેમાં નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આશ્રમ શાળા રૂનવાડ ખાતે ચાલી રહી છે. જેમાં ધોરણ 1 થી 12ના 460 કુમાર અને કન્યા વિદ્યાર્થીઓ સ્થળ ઉપર રહી અભ્યાસ કરે છે. આ આશ્રમ શાળા 30 વર્ષથી નિરંતર ચાલી રહી છે. ગ્રામીણ વિસ્તારના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ આશ્રમ શાળાનું પરિણામ છેલ્લા 5 વર્ષથી ધો 12નું 100 ટકા અને ધોરણ 10નું 90 ટકા જેટલું આવે છે. જ્યારે આ આશ્રમ શાળાની જિલ્લાની શ્રેષ્ઠ આશ્રમ શાળા ગણાય છે. મહત્વની વાત એ છે, કે તંત્ર દ્વારા ઓચિંતી મુલાકાત તારીખ 30/08/2024 ના રોજ લેતા રસોડું કાળું હોય, મેનુ પ્રમાણે ભોજન આપવામાં આવતું ન હોય ગેર હાજરી હોય જે ગેર હાજરી પ્રમાણે હાજરી પૂરવામાં આવતી ન હોય સ્ટાફને રહેવા માટે સગવડ ન હોય તથા સૌચાલયો ગંદા હોય જેને સુધારવા સૂચન કરેલ કર્યા હતા.
ભોજનની ગ્રાન્ટ બંધ
આદિજાતિ કમિશનરમાં પત્ર દ્વારા જાણ કરી હતી. જેને લઈને ગ્રાન્ટ રોકી દેવામાં આવી છે. જેની પૂર્તતા કરી તારીખ 14/10/2024 ના રોજ ગાંધીનગર મુકામે કમિશનર સાથે રૂબરૂ મુલાકાતમાં ફોટો ગ્રાફ્સ સહિત સ્થાનિક અધિકારીઓના અહેવાલ સાથે રજૂ કર્યો હતો. પરંતુ ઓક્ટોબર 2024 થી આ આશ્રમ શાળાની ભોજનની ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. જેના અંગે 14 વખત સરકારમાં રૂબરૂ તથા લેખિત ગાંધીનગર સુધી અધિકારીઓને રજૂઆત કરવામાં આવી પરંતુ આ ગ્રાન્ટ આપવામાં આવેલ નથી. જેથી સંસ્થાને 72 લાખ જેટલું દેવું થઈ ગયેલ હોય વેપારીઓ ઉધાર આપવા પણ આનાકાની કરે છે. જેથી આ વિદ્યાર્થીઓ ના ભોજનની વ્યવસ્થા કરવામાં સંસ્થાને તકલીફ પડી રહી છે. વહેલી તકે ગ્રાન્ટ આપવામાં આવે તેવી સંચાલક, વિદ્યાર્થીઓ અને વાલીઓએ માંગ કરી છે. જે અંગે આજે મોટી સંખ્યામાં આશ્રમ શાળા ઉપર વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો ઉપસ્થિત થઈ ઉગ્ર રજૂઆત કરી છે.

