Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : anti-social elements enter society and cause havoc

સુરતના વરાછામાં કાયદાની સ્થિતિ કથળી, અસામાજિક ત્તત્વોએ સોસાયટીમાં ઘુસી કરી તોડફોડ

Timeછેલ્લું અપડેટ : 03 Dec 2024
લાઇવ ટીવીGoogle News
સુરતના વરાછામાં કાયદાની સ્થિતિ કથળી, અસામાજિક ત્તત્વોએ સોસાયટીમાં ઘુસી કરી તોડફોડ

સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોર તેમજ અસામાજિક ત્તત્વો બન્યા બેફામ છે. દિવાળી સમયે પોલીસ સ્ટેશનની નજીક જ ચોરોએ ચોરી કરી પોલીસને પડકાર આપ્યો હતો. ત્યારે હવે હરિધામ સોસાયટીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. 

App Store

આ પણ વાંચોઃસુરતમાં બોગસ ડોક્ટર આપતો આરોપીને સર્ટિફિકેટ, હાઈકોર્ટના આદેશ બાદ ફૂટી ગયો ભાંડો

હુમલાખોરો બેફામ

બાઈક પર એક બે ઈસમ ધસી આવી એક ઈસમે દુકાનોમાં તોડફોડ કરી હતી. ઈસમ દ્વારા હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈ દુકાનો બંધ કરાવવા રોફ જમાવ્યો હતો. દુકાન બંધ કરે તે પહેલાં કાચની બોટલો સહિતનો સમાન રોડ પર ફેંકી તોડફોડ કરી હતી. હાથમાં રહેલ તીક્ષ્ણ હથિયાર પણ અન્ય લોકોને મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓને પકડવા ક્રાઈમ બ્રાન્ચ અને SOG પર નિર્ભર રહેલી વરાછા પોલીસ આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યાં છે.