VIDEO: ઉમરપાડામાં જંગલ ખેડાણ મુદ્દે આદિવાસીઓમાં રોષ
સોર્સ : gstv
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ ખેડાણના મુદ્દે આરપારની લડાઈના એંધાણ જોવા મળી રહ્યા છે. બહોળી સંખ્યામાં સ્થાનિક આદિવાસીઓ એકઠા થઈ પગપાળા રેલી યોજી ઉમરપાડા મામલતદાર કચેરી પહોંચ્યા હતા. રાજ્યપાલને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપી સાગબારા તાલુકાના ખેડૂતો પર ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ગેરકાયદે ખેડાણ કરવાનો આક્ષેપ કર્યો હતો. સાગબારાથી આવતા ખેડૂતો દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ કરી તેમને ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ખેડાણ ન કરવા દેવાની માંગ કરવામાં આવી હતી. માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ધરણા પર બેસવાની આદિવાસીઓએ ચીમકી ઉચ્ચારી છે.

