સુરતની ખાનગી શાળામાંથી 100 વિદ્યાર્થીઓના પ્રવેશ થયા રદ્દ, જાણો કારણ

ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ શૈક્ષણિક વર્ષમાં આરટીઈ હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન અપાયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતની સાત શાળાઓમાંથી જ 100 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કરી દેવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ખોટા દસ્તાવેજી પૂરાવા રજૂ કરીને એડમિશન લેવામાં આવ્યાં હતાં. જેની તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં પતંગ ઉડાવતા બાળકનું કરંટ લાગતા મોત
સ્કૂલ દ્વારા ફિલ્ડ વિઝિટ
RTE હેઠળ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે કેટલાક વાલીઓ દ્વારા ગેરરીતિ કરવામાં આવી હતી. સ્ક્રીનિંગ બાદ હાલ 100થી વધુ RTE હેઠળ પ્રવેશ મેળવનાર આવા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. જો કે આ વાલીઓએ કાગળ પર પોતાની આવક ઓછી બતાવી હતી, પરંતુ વાસ્તવમાં તેમની આવક નિયમ કરતાં વધુ હતી. સ્કૂલના કર્મચારીઓ દ્વારા ફિલ્ડ વિઝિટ કરીને આ માહિતી મેળવી હતી. પણ, કેટલાક વાલીઓ એવા પણ છે, જે એડમિશન મેળવવા માટે કાગળ સાથે પણ છેડછાડ કરી રહ્યા છે.
કરોડોના આસામી બન્યા ગરીબ
શાળાઓમાંથી ફરિયાદ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં જુદી જુદી શાળાઓમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવનાર વાલીઓનું હિયરિંગ કરાઈ રહ્યું છે. હિયરિંગમાં વાલીઓના ઇન્કમટેક્સ, બેંક ડીટેલ, ઘરની સ્થિતિ વગેરે બાબતોની તપાસ કરાઈ રહી છે. હિયરીંગ દરમ્યાન વાલીઓ પાસે કાર, ઝીંગાના તળાવોના માલિકો, કરોડોની લોનો, લાખોના લોન હપ્તા , કરોડા બંગલા, લાખોના આલીશાન ફર્નિચર, લાખોના ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોવાનું મળી આવ્યું હતું.

