VIDEO: સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપી ઝડપાયો
સોર્સ : gstv
સુરત સાયબર પોલીસે મોટી કાર્યવાહી કરતાં સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ રામુ નિશાદ છે.પોલીસ તપાસમાં આરોપીએ કબૂલ કર્યું છે કે તેણે રીલ્સ જોઈને RDX મૂકવાની ધમકી આપતો ઈમેઈલ મોકલ્યો હતો. સુરત સાયબર સેલે પંજાબના લુધિયાણામાંથી ઓપરેશન ચલાવીને આરોપીની અટકાયત કરી અને સુરત લાવ્યો છે.પોલીસે આરોપી દ્વારા મોકલવામાં આવેલા અન્ય ઈમેઈલ્સ અને તેના સંભવિત સાથીદારોની બાબતે વધુ તપાસ શરૂ કરી છે.

