VIDEO: સુરતમાં હત્યાના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપી બિહારથી ઝડપાયો
સોર્સ : gstv
સુરતમાં હત્યાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઇચ્છાપોર પોલીસે આરોપી કરણ સુરજ રાજપૂતને બિહારથી ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ 2 જાન્યુઆરી 2025ના રોજ ઇચ્છાપોર વિસ્તારમાં અંગત અદાવતના કારણે એક યુવકની હત્યા કરી હતી. આ સમગ્ર મામલે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હત્યાની ઘટના બાદ આરોપી પોલીસની પકડથી દૂર રહ્યો હતો અને લાંબા સમયથી નાસતો ફરતો હતો. આરોપીને ઝડપી પાડવા માટે ઇચ્છાપોર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મળેલી બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે પોલીસ ટીમ બિહાર પહોંચી હતી, જ્યાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. હાલ આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

